Saturday, April 2, 2022

પાપ છે (ગઝલ)


થઈ ગયા અજાણતા જે પાપ છે, 

મનને આજે એનો પશ્ચાતાપ છે.


જિંદગી લાંબી, કદી ટૂંકી પડે, 

મોતનું તો એકસરખું માપ છે.


'સો વરસનો થા', કહો ન સ્નેહથી, 

એમ લાગે છે કે આપ્યા શ્રાપ છે! 


આંસુ તારી સામે ક્યાંથી સારશે? 

મા નથી કંઈ, એ તો તારો બાપ છે! 


મંદિરોમાં હોય સારી, ખુશ ન થા! 

બહાર પણ જો કેવી તારી છાપ છે!


~ દેવાંગ પરીખ 'રસિક' 

2 comments: