એક ટૂંકી બહેરની ગઝલ....
એક શાણપણ કર્યું,
આજ ન કંઈ પણ કર્યું!
તેં કહ્યું એ મેં કર્યું,
મેં કહ્યું - તેં પણ કર્યું?
મૌનવ્રત ધારણ કર્યું,
કેટલું ડહાપણ કર્યું!
એકલા બેસી રહ્યા,
જાતથી સગપણ કર્યું!
ન હતું જ્યાં વાતમાં,
ત્યાં તમે કારણ કર્યું!
સૌને પોતાના ગણ્યા,
એજ ગાંડપણ કર્યું!
જાતને સંતોષવા,
કેટલું ઘર્ષણ કર્યું!
બહારના તોડી બધા,
ભીતરે દર્પણ કર્યું!
બાળપણ માગ્યું બીજું,
ક્યાં પ્રભુ ઘડપણ કર્યું!
~ દેવાંગ પરીખ 'રસિક'
👍
ReplyDeleteThank you so much ❤️
DeleteThanks a lot ❤️
ReplyDelete