સો મરજ, એકજ દવા ન હોય કંઈ,
એક ગીતા સર્વથા ન હોય કંઈ.
જાતનું મંથન કરી જે સાંપડે,
એ બધાની સંપદા ન હોય કંઈ.
જો એ ધારે ને ઉગારી ના શકે,
કોઈ એવી આપદા ન હોય કંઈ.
હોય નિષ્ફળતાના લાખો કારણો,
કમનસીબી સર્વદા ન હોય કંઈ.
એક દીવો હાથવેંતે રાખજો,
ચાંદની રાતો સદા ન હોય કંઈ.
બહાર કાઢ્યા બાદ પાછા પણ ફરે,
શ્વાસ માટે કાયદા ન હોય કંઈ.
જિંદગીને મોજથી માણો 'રસિક',
જિંદગીમાં અન્યથા ન હોય કંઈ.
~ દેવાંગ પરીખ 'રસિક'
મન ની વ્યથા અને લાગણીઓ ની કથા....
ReplyDeleteસમજવી અઘરી... જાણે ન હોય કઈ
😊
Deleteસુંદર ગઝલ....અપ્રતિમ રચના....
ReplyDeleteThank you, sir 😊
Delete