સૌની પોતાની વ્યથા છે.
કોઈને મન છે મજા તો,
કોઈને જીવન સજા છે.
હો હમેશા તુંજ સાચો,
દોસ્ત, આ કેવી અના છે?
માનવી ને પથ્થરોમાં,
છે તફાવત, તો દયા છે.
સાદ આવ્યો ભીતરેથી,
શ્વાસ પણ ખોટી જફા છે.
ન કદી મળવા જે આવ્યા,
બાળવા આવ્યા - ખરા છે!
કહે સિકંદર ઉર્ફ બચ્ચન,
જિંદગી તો બેવફા છે.
~ દેવાંગ પરીખ 'રસિક'
No comments:
Post a Comment