Saturday, April 30, 2022

સારું થયું (ગઝલ)


એક રીતે જે થયું.... સારું થયું! 

ન ભલે મારું થયું.... તારું થયું!


સ્વપ્ન આંખોમાં હતું.... મીઠ્ઠું હતું, 

સ્વપ્નનું આંસુ થયું.... ખારું થયું! 


ચારણીમાંથી ચળાઈ આખરે, 

જે અહીં મારું હતું.... મારું થયું! 


જ્યારથી પહેર્યો નિખાલસ ભાવ મેં, 

ત્યારથી જે જે થયું.... ન્યારું થયું!


~ દેવાંગ પરીખ 'રસિક'


2 comments: