પણ કશુંયે માંગવા જો હાથ જોડો યાચના છે.
હોય ના સંતાન તો એ દુઃખ કંઈ નાનું નથી, પણ
હોય, ને જો હોય નાલાયક એ મોટી યાતના છે.
પ્રેમ તો મીરાએ, રાધાએ કર્યો છે, આપણે ક્યાં?
આપણે જે ફિલ્મના પડદેથી શીખ્યા, વાસના છે.
એબ દેખાડે તમારા, હોય એવા દોસ્ત સાથે,
શું જરૂરત આયનાની, એજ સાચા આયના છે.
છે તિથિની શું ગરજ, દરકાર ચોઘડિયાની શું છે?
કાર્ય જો કરવાની પાછળ નેક દિલ ને ભાવના છે.
~ દેવાંગ પરીખ 'રસિક'
No comments:
Post a Comment