ક્યાં સુધી છે, કંઈ ગતાગમ છેજ નહિ!
સૂર ક્યાં છે, તાલ ક્યાં છે, જિંદગી?
તારા ગાયનમાં તો સરગમ છેજ નહિ!
ચાલમાં છે ન નજાકત, ન અદા,
ને વળી પાયલની છમછમ છેજ નહિ!
કોઈ હો હસતું હમેશા, તો બતાવ,
તારી પાસે એવું આલ્બમ છેજ નહિ!
છે સમયના ઘાવ મારી પીઠ પર,
ને તું કહે છે કોઈ મરહમ છેજ નહિ!
હોય કૌવત, મોતથી અમને બચાવ,
જા હવે, તારામાં દમખમ છેજ નહિ!
~ દેવાંગ પરીખ 'રસિક'
No comments:
Post a Comment