Saturday, April 22, 2023

લાગે છે (એક ટૂંકી બહેરની ગઝલ)


અમથી કસરત લાગે છે,

જીવન સર્કસ લાગે છે.


યાદ પુરાણી આવી છે,

સઘળું ઝળહળ લાગે છે.


આંસુ યમુના ના પાણી,

આંખો પનઘટ લાગે છે.


દીકરી પરણીને ગઈ તો,

શ્ર્વાસો બરછટ લાગે છે.


બાળક રમતા જોઉં તો,

ઘડપણ બચપણ લાગે છે.


તારી પાસે માંગુ તો,

ખોટી રકઝક લાગે છે.


તારું આપેલું, માલિક

મુજને અનહદ લાગે છે.


~ દેવાંગ પરીખ 'રસિક'

No comments:

Post a Comment