જિંદગીની સ્પેસને બહુ ગીચ હું કરતો નથી.
આપણી રીતે જો ચાલે જિંદગી તો ઠીક છે,
આપણી રીતે ન ચાલે, જીદ હું કરતો નથી.
રહે જરા હલચલ તો સારું, જોઈએ ન સ્થિરતા,
આ સ્થિતિ કે તે સ્થિતિને સ્થિર હું કરતો નથી.
ના બને જ્યાં, દરમિયાં એક પાતળો પડદો કરું,
ઈંટ માથે ઈંટ મૂકી ભીંત હું કરતો નથી.
ફોડ પાડીને કહું જો, તો મને અવતાર કહે,
માટે સુખની રેસિપીને લીક હું કરતો નથી.
જે મળ્યું, એ મેળવીને તૃપ્ત છું, હું મુક્ત છું,
જે મળ્યું ન હોય એની ગ્રીડ હું કરતો નથી.
~ દેવાંગ પરીખ 'રસિક'