જેટલું જાણે છે એનાથી વધારે જાણવાની દોડમાં છે,
સૌ અહીં જીવનના મનગમતા જ નિષ્કર્ષ કાઢવાની દોડમાં છે.
આ અમે બેઠાં નિરાંતે તોય લાગે હર ઘડી, છે શ્વાસ અદ્ધર,
ને જુઓ લોકો અદ્રશ્ય કોઈ છપ્પર ફાડવાની દોડમાં છે.
સત્ય જાતે બોલવા-સ્વીકારવાની કોઈમાં હિંમત નથી ને,
હોય હિંમત જેમનામાં એમને સૌ પાડવાની દોડમાં છે.
કોઈ નૈતિકતા નહીં ને કોઈ પણ મૂલ્યો નહીં, એવા ઘણાં છે,
ને એ તુર્રમ ખાન પાછા એકબીજાને વાઢવાની દોડમાં છે.
હર કોઈ પોતે બનાવેલી જ દુનિયામાં જીવે છે, તે છતાં પણ,
કોઈ લાક્ષાગૃહ માફક આગ એમાં ચાંપવાની દોડમાં છે.
~ દેવાંગ પરીખ 'રસિક'
No comments:
Post a Comment