અને જો હોય છે કારણ તો નિવારણ નથી હોતું.
સ્વપન જોઉં છું, મારા શ્ર્વાસ છે મારા સકંજામાં,
ખુલે છે આંખ, મારા હાથમાં કંઈ પણ નથી હોતું.
બહુ ખુશહાલ લાગે છે જેઓ હંમેશ સેલ્ફીમાં,
નથી ખુશહાલ દેખાતાં એ જ્યાં દર્પણ નથી હોતું.
જો સાચું કહું તો એવું કોઈ પણ ઘડપણ નથી હોતું,
કે જેમાં અલ્પ માત્રામાં બીજું બચપણ નથી હોતું.
મને અકસર 'રસિક' લાગ્યું છે તન્હા મસ્ત મહેફિલમાં,
કે જ્યાં સૌ હોય છે, બસ મનગમતું એક જણ નથી હોતું.
~ દેવાંગ પરીખ 'રસિક'
No comments:
Post a Comment