આજે, એક ટૂંકી બહેરની ગઝલ.....
મોરીમાં ઉતરેલો માણસ.
*
સેલ્ફી લેતો જોઉં, લાગે -
મોબાઈલે પાળેલો માણસ.
*
ધીમે ધીમે જલતું ફાનસ,
છે અગ્નિ ભારેલો માણસ.
*
ઈશ્વરે સર્જેલી સૃષ્ટિ,
શેતાને સર્જેલો માણસ.
*
જવલ્લે એ નીકળે એવો,
જેવો છે ધારેલો માણસ.
*
ખુલ્લી આંખો તો એક છલ છે,
સૂતો છે જાગેલો માણસ.
*
દરબારી છે મીડિયા આખ્ખી,
હર માણસ ઝૂકેલો માણસ.
*
હર માણસ ઉખાણાં જેવો,
ઉકલે તો ઉકેલો માણસ.
*
આજે તમને મળશે નહિ ત્યાં,
કાલે જ્યાં મૂકેલો માણસ.
*
પપ્પા આવ્યા ઓફિસેથી,
જોયો મેં થાકેલો માણસ.
*
સાચું કહેજો, યાદ કરીને,
છેલ્લે ક્યાં જોયેલો માણસ?
*
એક ગઝલ સૂઝી છે આજે,
જોઈ લે પીધેલો માણસ.
*
~ દેવાંગ પરીખ 'રસિક'
No comments:
Post a Comment