આ જગતમાં સારું તો કંઈ છેજ નહિ.
હું કહું છું સેલ્ફી લઈને, સેલ્ફને -
જો, મારાથી પ્યારું તો કંઈ છેજ નહિ.
અંધ છે કંઈ કેટલાં, ચળકાટથી,
રાતનું અંધારું તો કંઈ છેજ નહિ.
સેંકડો સાગરનું એક ટીપું બને,
આંસુઓથી ખારું તો કંઈ છેજ નહિ.
હુંજ ના નક્કી કરું, શું ધારવું?
સુખ અને દુખ, ધારું તો કંઈ છેજ નહિ.
ત્યાગતી વેળાએ સમજાયું મને,
મારી પાસે, મારું તો કંઈ છેજ નહિ.
~ દેવાંગ પરીખ 'રસિક'
No comments:
Post a Comment