તને મળવું છે મારે હું બનીને.
અજાયબ ઘર મને લાગે છે દુનિયા,
મળે છે સૌ અહીં શું શું બનીને.
છે મારું દિલ એક રેશમની રજાઈ,
ને આવે યાદ તારી રૂ બનીને.
હું લીલું પાન થઉં, વહેલી સવારે -
તું આવી સ્પર્શ ક્યારે ડ્યૂ બનીને.
હું મારા ગામની સુમસામ શેરી,
અને તું વાય ઊની લૂ બનીને.
ભરું હું ગ્લાસ સિંગલ મૉલ્ટનો ને,
તું આવે મૂડ મારો બ્લૂ બનીને.
હજારો જાનવર છે મારી અંદર,
ફરું છું આખેઆખો ઝૂ બનીને.
હવે થાકીને, સઘળું ફૉલ્સ છોડી,
પ્રભુ, આવ્યો છું શરણે ટ્રૂ બનીને.
~ દેવાંગ પરીખ 'રસિક'