Friday, November 20, 2020

नहीं


वक़्त का कोई ऐतबार नहीं,

ज़िंदगी पे भी इख़्तियार नहीं.


जो जिया करते थे नाम ले के मिरा,

उनको अब मेरी ही दरकार नहीं.


ग़म तुझे मैं दिल में बिठा के रक्खूं,

तू मिरा कोई रिश्तेदार नहीं.


और होंगे जो इन शर्तों पे जियें, 

मुझको शर्तें तेरी स्वीकार नहीं.


झूठ बिक जाएगा, नीलाम करो,

सच का कोई भी तलब़गार नहीं. 


सूरत-ए-हाल का सबब रब से भी पूछ, 

मैं अकेला तो ज़िम्मेदार नहीं. 


~ देवांग परीख 'रसिक' 

Friday, November 6, 2020

તૈયાર રહેજો


તમે ફુલ પ્લાનિંગ કરી, 

કોઈ લોંગ ડ્રાઈવ પર જાવ, 

તો ક્યારેક એવું પણ બને 

કે અધવચ્ચે ટાયર પંક્ચર થઈ જાય, 

કાં કાર બ્રેકડાઉન થઈ જાય. 


તમે દરેક ચીજની તકેદારી રાખી હોય તે છતા....


આવા સમયે, 

કવિ શ્રી બાલાશંકર કંથારિયા ના શબ્દો યાદ આવે :

'.... ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે....' 


ઉર્દૂ શાયર બશીર બદ્ર 

પણ કંઈ આવી જ વાત કરે છે : 

'.... न जाने किस गली में ज़िंदगी की शाम हो जाए....' 


આપણા જીવનનું પણ કંઈ એવું જ છે....


જ્યારે કોઈ વ્યક્તિ 

નાની ઉંમરે મૃત્યુ પામે, 

તો આપણે કહેતા હોઈએ છીએ કે, 

એ અકાળે મૃત્યુ પામી....


પણ સાચું પૂછો તો, 

અહીં બધું સમયસર જ ઘટતું હોય છે, 

કશું અકાળ હોતું જ નથી....! 


હા, 

આપણે જ એવું ધારી લેતા હોઈએ છીએ કે,

'મને ૭૦-૭૫ પહેલા કંઈ થવાનું જ નથી.... 

એટલું આયુષ્ય તો હું લખાવી ને જ આવ્યો છું....!'


આ વિચારને અનુલક્ષીને એક શેર.... 


છેલ્લા આવો ને પહેલા જવાનું થાય પણ, 

તૈયાર રહેજો કે વહેલા જવાનું થાય પણ.