Friday, June 26, 2020

ચેલેંજ


જીવન કહે, જીવી બતાવ! 

મેં પણ કહ્યું, શરત લગાવ! 


ડર્બીનો હું, ઘોડો બનું? 

ભગાવ, ભગાવ, હજી ભગાવ! 


કરવા હોય, બે-બે હાથ તો, 

ચઢાવ, ચઢાવ, બાંય ચઢાવ! 


રૂપથી તારા, વાકેફ છું હું, 

હોરર બતાવ, ટેરર બતાવ! 


મોત છે મારો, અંતિમ પડાવ, 

ડરાવ, ડરાવ, હજી ડરાવ! 


એકલું થાકી, જાય તો તું, 

મંગાવ, મંગાવ, ફોજ મંગાવ! 


નહીં હારું, હિંમત ક્યારેય, 

સતાવ, સતાવ, હજી સતાવ! 


બાકી હવે, રહ્યું શું છે? 

લડાવ, લડાવ, બુદ્ધિ લડાવ! 


~ દેવાંગ પરીખ 'રસિક'

Friday, June 19, 2020

तो अच्छा

પહેલી વખત એક ગઝલ હિંદીમાં લખી છે, 

આશા કરું છું કે તમને ગમશે.... 


होठों पे हँसी आप के नज़र आए तो अच्छा, 

किस्मत मेरी आँखों की सँवर जाए तो अच्छा


चाहे वो अच्छे दिन फ़िर कभी आए ना आए,

अब तो ये बुरे दिन ही गुज़र जाए तो अच्छा


ग़र वक़्त को करना प़डा, तकलीफ़ होगी दोस्त,

वक़्त रहते ज़रा हम ही सुधर जाए तो अच्छा


फूलों की तरहा मिट के भी मुस्काते रहे हम, 

हम में भी किसी दिन ये हुनर आए तो अच्छा 


बड़ी देर से बैठा है वो मायूस-ओ-परेशां, 

ए काश ज़रा रो ले के वो घर जाए तो अच्छा 


सुनते है नहीं उसका शराफत से वास्ता, 

आख़िर वो अपने अक़्स से डर जाए तो अच्छा


~ देवांग परीख 'रसिक'

Friday, June 12, 2020

શું ચાલે છે


તું જાણે છે? એ જાણે છે!

    કે તારી અંદર શું ચાલે છે,

તું માને છે, તું જાણે છે,

    કે તારી અંદર શું ચાલે છે


પત્થર, પર્વત, પાણી, પવન,

    પગરવ ને પત્તું - પત્તું,

પશુ-પક્ષી સૌ જાણે છે,

    કે તારી અંદર શું ચાલે છે


મૂક સઘળા વસ્ત્રો મેલા,

    ઉતાર આ ઉપરના જાળા,

કો'ક ઉપર બેઠું જાણે છે,

    કે તારી અંદર શું ચાલે છે


~ દેવાંગ પરીખ 'રસિક'

Friday, June 5, 2020

પ્રવાસ



તું છે તો આ જીવન એક પ્રવાસ છે, 

નહીં તો આજીવન કારાવાસ છે 


શ્વાસ તો અવરજવર કરે રાખે, 

શેષ હવે તો અંતિમ એક ઉચ્છવાસ છે 


જીવનનું પિક્ચર આમ તો સુપર હિટ, 

સ્ટોરી સાથે ગાયન પણ ઝકાસ છે


શબ્દો મારા મ્હેકે છે એટલે કે, 

દિલમાં તારી યાદોનો મુખવાસ છે


બાકી છે બસ એટલું સ્વીકારવાનું, 

આરંભતો ક્યારથી વનવાસ છે


આ જ્ઞાન અજ્ઞાનની વાતો ડંફાસ છે,

બસ જાત સિવાયનું સઘળું બકવાસ છે


~ દેવાંગ પરીખ 'રસિક'