આ કવિતાના માધ્યમથી,
મેં એક અનુભવ રજૂ કર્યો છે....
કદાચિત આવો અનુભવ,
તમને પણ થયો હોય....
અહીં વાત છે આજના એક teenager ની,
જે રસ્તામાં પોતાની મસ્તી,
પોતાની ધૂનમાં ચાલી રહ્યો છે....
અચાનક એને સામે કોઈ ભટકાય છે,
જે એને કઈંક સવાલ કરે છે....
આ કવિતા એટલે,
એ teenager ના ભેજામાં ફરતા શબ્દો,
ને એ શબ્દો દ્વારા વ્યક્ત થતી એની મુંઝવણ....
( આ મુંઝવણનું રહસ્ય અંતમાં ખુલશે.... )
એની ભાષામાં મને, કંઈજ સમજાતું નથી,
એ શું કહે છે મને, કંઈજ સમજાતું નથી
હોઠ ફફડે રાખે છે એના પટાપટ પટાપટ,
એ સિવાય બીજું મને, કંઈજ સંભળાતું નથી
એ સ્પેનિશ બોલે છે, કે પછી બોલે છે જર્મન?
આ બારાખડીમાં મને, કંઈજ સમજાતું નથી
હવે તો કરવું પડશે એના mind નું reading,
એની eyes થી પણ મને, કંઈજ સમજાતું નથી
શબ્દોને બદલે કરે છે ઈશારા ઈશારા,
એ શું બોલે છે મને, કંઈજ સંભળાતું નથી
અરે બાપ રે....!!!
હવે સમજાયું મને, કેમ આવું થાય છે,
મારા બંને કાનમાં છે earplugs,
એટલા માટે આવું થાય છે....!
કવિ ઉવાચ :
'હોય બંને કાન ને છતાં, બહેરા થવાની છે હોડ,
દુનિયા ક્યાં જાય છે મને, કંઈજ સમજાતું નથી'
~ દેવાંગ પરીખ 'રસિક'
anaayaase.blogspot.com