( નોંધ : આ વાત ૧૫ દિવસ પહેલા સુધી
લાગુ પડતી હતી, કારણ આજકાલ તો
આપણે સૌ 'ઘર' નામક પાંજરામાં પુરાયા છીએ,
એટલે કોઈ, કોઈના ઘરે જાય-આવે એવો
સિલસિલો જ બંધ છે....)
આપણે ત્યાં કહેવામાં આવે છે કે :
'અતિથિ દેવો ભવઃ'
અર્થાત્
અતિથિ દેવ સમાન છે.
આપણે ત્યાં આવનાર દરેક વ્યક્તિ વિશેષ ને,
આપણે હસતા મોઢે આવકાર આપવો જોઈએ,
તેઓની સાચા મનથી આવભગત કરવી જોઈએ.
આ બધી વાતો કહેવા-સાંભળવામાં બહુ સારી લાગે,
પણ સાચું કહું તો,
આપણને સૌને,
ક્યારેક ને ક્યારેક,
તો એવા એવા અનુભવ થયા હશે,
કે એમ થાય કે ફલાણા અતિથિ ન આવે તો સારું....
યા તો પછી,
ઘરે પધારેલા ફલાણા ફલાણા પકાઉ અતિથિ,
હવે જાય તો સારું....
આવા સમયે,
એક યજમાન તરીકે,
આપણી જે મનોસ્થિતિ હોય,
એની અહીં વાત છે....
એણે Art of Living નો course, બરાબર રીતે કર્યો હોય, એવું લાગતું જ નથી,
જોને, ક્યારનો હું એને leave, leave ની hint ફેંકું છું, પણ એને સમજાતું જ નથી
ચા-કોફી પત્યા, નાસ્તો પત્યો, હવે તો લાગે છે મને, કે એ જમીને જ જશે,
ને આમ એ કહે છે, કે એ dieting કરે છે, પણ જોઈને, માનવામાં આવતું જ નથી
મારી વાતો પતી, એની વાતો પતી, પછી આખી દુનિયાની પંચાત પણ પતી,
મને કેટલું bore થાય છે, મારા મોઢાને જોઈને કેમ એને, દેખાતું જ નથી?
શું કરું, હવે મારી પાંપણો પણ મને, પડું, પડું ની ધમકીઓ આપે છે,
સાલું, કેટલું fevicol ચિટ્કાડ્યું છે નીચે, કે એનાથી ઉઠાતું જ નથી?
~ દેવાંગ પરીખ