Saturday, December 19, 2020
લખ
Saturday, December 12, 2020
નક્કી થાય છે
Friday, December 4, 2020
લાઈનમાં
Friday, November 20, 2020
नहीं
Friday, November 6, 2020
તૈયાર રહેજો
Saturday, October 31, 2020
नहीं मिलता
Saturday, October 24, 2020
दशहरा
Saturday, October 10, 2020
કોશિશ
Saturday, October 3, 2020
વખત
જે મારો વીતી ગયેલો વખત છે,
એ ક્યાં હવે પ્હેલા જેવો સખત છે?
વીતી ગયેલા સમયની ચર્ચા શું?
મારે તો આવનાર સાથે નિસ્બત છે.
સમયની કદર જેણે કરી નહીં,
કહે છે આજે કે એ કમબખ્ત છે.
કોણે કહ્યું જીવન છે કડવી ઘૂંટી?
જો ટેસથી પીઓ તો એ શરબત છે.
હા, સૌને કીધું હશે સમય નથી,
તારા માટે ક્યાં નથી, અલબત્ત છે!
નજર ઝુકાવી ને તું ઉભી રહી,
હું જ ના બોલી શક્યો મોહબ્બત છે.
દિલમાં તને રાખવા દસ્તાવેજ માંગુ,
દિલ શું કોઈ શાહની સલ્તનત છે?
~ દેવાંગ પરીખ 'રસિક'
anaayaase.blogspot.com
Friday, August 28, 2020
WhatsApp બકરીઓ
સવાર સવારમાં,
ચાનો કપ હાથમાં લેતા જ,
એક બકરી બોલી: મેં એ એ એ....
મેં WhatsApp ખોલ્યું તો ખબર પડી,
બીજી એક બકરીનો બર્થડે છે.
હજુ તો માંડ એક અવાજ બંદ થયો,
ત્યાં અચાનક ત્રીજી બોલી: મેં એ એ એ....
હવે આ પાછું નવું શું?
ઓહ, એક ચોથા બકરા-બકરીની એનિવર્સરી છે.
પછી તો ધનાધન,
પાંચમી થી વીસમી બકરીઓ એક સાથે,
એક જ સૂરમાં બોલી: મેં એ એ એ....
કોઈ પેલી બીજી બકરીને વિશ કરવા,
તો કોઈ પેલા ચોથા બકરા-યુગલને વિશ કરવા.
પછી 2 મિનિટ સુધી કોઈ જ અવાજ નહીં,
એટલે મને લાગ્યું, ચાલો પત્યું.
ત્યાં અચાનક એકવીસમી બોલી:
મેં એ એ એ....
મેં એ એ એ....
મેં એ એ એ....
મેં એ એ એ....
અરે, આ કેમ ચાર ચાર વાર?
પછી જે જોયું,
એ જોઈને હું તો ધન્ય થઈ ગયો,
સાક્ષાત શ્રી રામ, શ્રી કૃષ્ણ, શિવજી ને માતાજી,
બધાં મંદિરો છોડીને, WhatsApp માં ફરે છે,
એ પણ સવાર સવારમાં,
બિચારા, ફુલ ફોર્મલ ડ્રેસમાં.
હજુ તો હું ચાનો કપ,
સાઈડ પર મૂકું,
ને બે હાથ જોડીને વંદન કરું,
એ પેહલા તો: મેં એ એ એ....
સમજી ગયા ને તમે, આ બાવીસમી બોલી,
શું બોલી?
'સોશિયલ મીડિયાની બાળાકો પર થતી આડઅસર'
વાહ રે દુનિયા!
સોશિયલ મીડિયા પર જ,
સોશિયલ મીડિયા ને ગાળો,
હવે ચીતરીએ એને કાળો કાળો,
રોગચાળાનો ઈલાજ, રોગચાળો,
વૃક્ષ વગર ચાલો, બંધીએ માળો!
મારા આવા
ધડ-માથા વગરના વિચારોમાં પડ્યું ખલલ,
ને ત્રેવીસમી બકરી બોલી: મેં એ એ એ....
ઓહ, સોરી,
આ તો શ્રીમતીજી નો અવાજ,
રસોડામાંથી:
'હવે કહું છું, જરા સાંભળો છો?
આજે પાછી કામવાળી આવવાની નથી,
ને મારે હાથે કામ છે,
જો તમારો ચા-નાસ્તો પત્યો હોય,
અને WhatsApp પર,
બકરીઓ ચરાવાઈ ગઈ હોય,
તો આ geyser ચાલુ છે,
હવે ઝટ નહાવાનું પતાવો,
એટલે હુંય નવરી થાઉં.'
ને પછી હું ઉઠયો,
અને ટુવાલ લઈને મેં પ્રસ્થાન કર્યું,
બાથરૂમ તરફ,
આજ્ઞાનું પાલન કરવા,
મારી વ્હાલી ત્રેવીસમી બકરીનું....
~ દેવાંગ પરીખ' રસિક'
Saturday, August 15, 2020
નથી
તને લાગે છે એ તારું સાંભળતો નથી,
કદાચ તું જ એને દિલથી પોકારતો નથી.
કરે છે એ ચાર ધામની જાત્રા શું જોઈને,
જે ચાર મિનિટ પોતાની અંદર ફરતો નથી.
હવે માણસાઈ જે ગતિથી ઓસરે છે,
એ ગતિથી તો રૂપિયો પણ પડતો નથી.
આપો રસાયણ કોઈ જે ઓગાળી શકે,
મારા ગળામાં એક ડૂમો ઓગળતો નથી.
તું મને ફેસબુક પર શીદ ને ખોળે છે, દોસ્ત,
તું પેલી ચાની ટપરી પર કેમ મળતો નથી?
~ દેવાંગ પરીખ 'રસિક'
Friday, July 31, 2020
અવાક્
Friday, July 17, 2020
તો શું કરું?
Saturday, July 11, 2020
જોઈએ
Friday, July 3, 2020
સારું લાગે
Friday, June 26, 2020
ચેલેંજ
Friday, June 19, 2020
तो अच्छा
Friday, June 12, 2020
શું ચાલે છે
તું જાણે છે? એ જાણે છે!
કે તારી અંદર શું ચાલે છે,
તું માને છે, તું જાણે છે,
કે તારી અંદર શું ચાલે છે
પત્થર, પર્વત, પાણી, પવન,
પગરવ ને પત્તું - પત્તું,
પશુ-પક્ષી સૌ જાણે છે,
કે તારી અંદર શું ચાલે છે
મૂક સઘળા વસ્ત્રો મેલા,
ઉતાર આ ઉપરના જાળા,
કો'ક ઉપર બેઠું જાણે છે,
કે તારી અંદર શું ચાલે છે
~ દેવાંગ પરીખ 'રસિક'
Friday, June 5, 2020
પ્રવાસ
Friday, May 29, 2020
પ્રભાત
ન સમજો કે જીવન કાળી રાત છે,
અહીં તો રોજ એક નવું પ્રભાત છે.
તું જેને સમજે છે ફકત વારતા,
એ તારી ને મારી જ તો વાત છે.
ભલે ને આ જનમમાં ના મળ્યા,
કહે છે કે કુલ જનમ તો સાત છે.
મળે મોકો તો ખાય ગુલાંટી પણ,
અંતે તો માણસ વાંદરાની જાત છે.
પાછળના શૂન્ય તો ચાલ્યા ગયા,
એકડાને એકલતાનો આઘાત છે.
જો અપનાવી શકીએ તો મોજ છે,
હરેક ક્ષણ નહીં તો વલોપાત છે.
નવરો બેઠો હોય ચાની ટપરી પર,
'રસિક' ને તો બસ કરવી પંચાત છે.
Friday, May 22, 2020
વિસામો
Friday, May 15, 2020
મિસ્ટર મેહતા is so caring
એમને રોજ conferences અને seminars માંથી ફુર્સત જ નથી મળતી, બસ એટલા માટે,
કૂતરા માટે રાખે એમ, એમણે એમના ઘરડા dad ને વ્હીલચેરમાં ફેરવવા, એક માણસ રાખ્યો છે
ખરેખર, મિસ્ટર મેહતા ઈસ સો કેરીંગ....
The kids are such a nuisance, એવું કીધું wifeએ એમને એક દિવસ, ને બીજા દિવસથી,
આખો દિવસ kids ની વેઠો કરવા, એમના kids કરતા માત્ર ચાર વરસ મોટી, એક આયા રાખી છે
ખરેખર, મિસ્ટર મેહતા ઈસ સો કેરીંગ....
મા છે bed ridden, એની રૂમ તો પરસેવાથી stink થતી હોય, એટલે એમા કોઈ જતું જ નથી,
ના ના, તમતમારે ચિંતા ના કરો, મા માટે પણ સાહેબે, એક મોડર્ન, up-to-date નર્સ રાખી છે
ખરેખર, મિસ્ટર મેહતા ઈસ સો કેરીંગ....
એ બીવી-બચ્ચા સાથે abroad ફરવા જાય, તો બિચારાઓનું ધ્યાન કોણ રાખે, એમ માનીને,
સાહેબે બે કૂતરા, અને ત્રણ બિલાડીની દેખભાળ માટે, દસ માણસનો, અલગથી સ્ટાફ રાખ્યો છે
ખરેખર, મિસ્ટર મેહતા ઈસ સો કેરીંગ....
Don't you all agree....?
~ દેવાંગ પરીખ 'રસિક'
Friday, May 8, 2020
વખાણ
કવિ અનિલ ચાવડાની એક બહુજ પ્રચલિત ગઝલનો શેર છે:
જે રીતથી કર્યા છે એણે વખાણ મારા,
એ ગાળ તો નથી પણ છે ગાળની લગોલગ
કેટલીય વાર આપણે,
એવી પરિસ્થિતિમાં મૂકાયા હશું,
જ્યારે કોઈ વ્યક્તિ આપણા,
એવા તો વખાણ કરે,
એવા તો વખાણ કરે,
એવા તો વખાણ કરે,
એવા તો....
બસ!
આમ જ આપણા મોઢામાંથી નીકળી જાય....'બસ!'
આપણને લાગવા માંડે જાણે,
આપણે જ આપણને ઓળખતા નથી,
આપણે જાણતા જ નહોતા કે આપણામાં આટલા બધા ગુણ છે, ખૂબી છે,
એમ લાગવા માંડે કે સામી વ્યક્તિ જેની વાત કરી રહી છે, એ કોઈ બીજું જ છે....
ક્યારેક તો મનમાં શંકા પણ ઉત્પન્ન થાય,
કે ક્યાંક એ આપણી કિલ્લી તો નથી ઉડાવી રહ્યું....
મેં માંગ્યું ઈશ્વર પાસે એવા લોકોનું વરદાન,
જે મોઢે આપે ગાળો, પીઠ પાછળ કરે વખાણ
રાખ્યું નહીં ઈશ્વરે મારી આ ઈચ્છાનું માન,
કે પછી સાંભળ્યું નહીં કદાચ એણે દઈને ધ્યાન
ને મળ્યા મને લોકો કંઈ એવા એવા મહાન,
પીઠ પાછળ આપે ગાળો ને મોઢે કરે વખાણ
એમની બધી વાતો જાણે કલકત્તા મીઠું પાન,
અને ડાએબીટીસથી માંદા થઈ જાય મારા કાન
એવી તો વધારે છે મારી આન બાન અને શાન,
રહી જાઉં છું હું મોં હસતું રાખીને પરેશાન
નશો કરાવે અફીણ જેવો, ભૂલાવી દે ભાન,
એટલું ના આપો માન કે, એ લાગવા માંડે અપમાન
ને છતાં જો લાગે કે મારા કરવા છે વખાણ,
તો પહેલા જરા એનું તમે માપી લો પ્રમાણ
~ દેવાંગ પરીખ 'રસિક'
Friday, May 1, 2020
કંઈજ સમજાતું નથી
આ કવિતાના માધ્યમથી,
મેં એક અનુભવ રજૂ કર્યો છે....
કદાચિત આવો અનુભવ,
તમને પણ થયો હોય....
અહીં વાત છે આજના એક teenager ની,
જે રસ્તામાં પોતાની મસ્તી,
પોતાની ધૂનમાં ચાલી રહ્યો છે....
અચાનક એને સામે કોઈ ભટકાય છે,
જે એને કઈંક સવાલ કરે છે....
આ કવિતા એટલે,
એ teenager ના ભેજામાં ફરતા શબ્દો,
ને એ શબ્દો દ્વારા વ્યક્ત થતી એની મુંઝવણ....
( આ મુંઝવણનું રહસ્ય અંતમાં ખુલશે.... )
એની ભાષામાં મને, કંઈજ સમજાતું નથી,
એ શું કહે છે મને, કંઈજ સમજાતું નથી
હોઠ ફફડે રાખે છે એના પટાપટ પટાપટ,
એ સિવાય બીજું મને, કંઈજ સંભળાતું નથી
એ સ્પેનિશ બોલે છે, કે પછી બોલે છે જર્મન?
આ બારાખડીમાં મને, કંઈજ સમજાતું નથી
હવે તો કરવું પડશે એના mind નું reading,
એની eyes થી પણ મને, કંઈજ સમજાતું નથી
શબ્દોને બદલે કરે છે ઈશારા ઈશારા,
એ શું બોલે છે મને, કંઈજ સંભળાતું નથી
અરે બાપ રે....!!!
હવે સમજાયું મને, કેમ આવું થાય છે,
મારા બંને કાનમાં છે earplugs,
એટલા માટે આવું થાય છે....!
કવિ ઉવાચ :
'હોય બંને કાન ને છતાં, બહેરા થવાની છે હોડ,
દુનિયા ક્યાં જાય છે મને, કંઈજ સમજાતું નથી'
~ દેવાંગ પરીખ 'રસિક'
anaayaase.blogspot.com
Friday, April 24, 2020
શું આવડે છે?
કિનારે બેસીને સૌને એમજ લાગે કે એમને તરતા આવડે છે,
વહેણમાં ઉતરે પછી જ ખબર પડે, શું સાચે તરતા આવડે છે?
જીવન તો કેમ પણ કરીને જીવી નાખ્યું તમે, હવે એ જોઇએ,
મોતને પણ બે ઘડી સંકોચ થાય લઈ જતા, શું એમ મરતા આવડે છે?
તમે થાઓ ફના ને છતાં કોઈની દુઆ પૂરી કરતા જાઓ,
કોઈ તારાને તમારા પ્રતિ ઈર્ષા થાય, શું એમ ખરતા આવડે છે?
દિવસ આખો તપે તોય વિવિધ રંગોથી રંગી દે આકાશને,
એક થાકેલા સૂરજની માફક તમને, શું એમ ઢળતા આવડે છે?
કોઈને આપો તો તમારા બંને હાથ જોડી, ને શીશ નમાવીને,
અહમ રાખ્યા વિના તમને એવી રીતે, શું દાન કરતા આવડે છે?
~ દેવાંગ પરીખ 'રસિક'
Friday, April 17, 2020
વધારે
કંઈ પી ગયો છું હું મદિરા ગજાથી વધારે,
માણ્યું છે અહીં સઘળું મેં મજાથી વધારે
વરસાવ તું તકલીફ, એને પણ વધાવી લઉં,
મેં ક્યાં કદી માંગ્યું છે એક છજાથી વધારે?
દોસ્ત જૂનો મળે કોઈ ચાની ટપરી પર જો,
આ રવિવાર બની જાય છે રજાથી વધારે
લાલ, લીલો, પીળો, શ્વેત કે પછી કેસરી,
ધર્મ બીજું કંઈ નથી એક ધજાથી વધારે
આ પ્રજાસત્તાક કેવો જ્યાં હરેક નેતાને,
સત્તાની જ ફિકર હોય છે પ્રજાથી વધારે?
એમણે મને આપ્યો શતાયુનો આશીર્વાદ,
લાગ્યું કે કંઈ આપ્યું હોય સજાથી વધારે
~ દેવાંગ પરીખ 'રસિક'
Tuesday, April 14, 2020
જાણો છો?
ફૂલ તોડો છો ને તમે એવું માનો છો,
કે ખરેખર પ્રેમનો મર્મ જાણો છો?
આ ડાઘ ચરિત્ર પરના કાઢવા માટે,
તમેય શું! બજારમાંથી સર્ફ આણો છો?
જનમથી માનવ છતાં માનવ ન થયા,
છે આ કયા જનમના કર્મ, જાણો છો?
અહીં સૌના પોતાના પરિપ્રેક્ષ્ય છે,
મેં જીવી જાણ્યું, તમે તર્ક જાણો છો.
છે મૌનની ભાષા સમજવી સૌથી અઘરી,
જો ન સમજાય તો બધું વ્યર્થ જાણો છો.
જીતીને હારવું યા કે હારીને જીતવું,
આ બે ચીજ વચ્ચે તમે ફર્ક જાણો છો?
એ ચૂપ રહે તો સમજવાનું હા કે ના,
'રસિક' શું તમે આનો અર્થ જાણો છો?
~ દેવાંગ પરીખ 'રસિક'
Friday, April 10, 2020
તવજ્જો
એક ટૂંકી બહેરની નાનકડી ગઝલ ~
મૌન પણ બરાબર સંભળાશે જોજો,
સાંભળો તમે જો આપી તવજ્જો
છાપું વાંચવું શું કહું કેમ છોડ્યું,
સાલો, છાતીમાં આવે છે સોજો
દુનિયામાં છે કંઈ આનાથી ભારી?
બાળકો પર જેટલો ભણતરનો બોજો
સુખની એ ચાવી તમને ય જડશે,
બહારને બદલે ભીતર જો ખોજો
વસ્ત્રોના ડાઘ ન જાય તોય ચાલશે,
ચરિત્ર પરના ચોકસાઈથી ધોજો
~ દેવાંગ પરીખ 'રસિક'
Tuesday, April 7, 2020
અતિથિ, તિથિ જોઈને આવજો
( નોંધ : આ વાત ૧૫ દિવસ પહેલા સુધી
લાગુ પડતી હતી, કારણ આજકાલ તો
આપણે સૌ 'ઘર' નામક પાંજરામાં પુરાયા છીએ,
એટલે કોઈ, કોઈના ઘરે જાય-આવે એવો
સિલસિલો જ બંધ છે....)
આપણે ત્યાં કહેવામાં આવે છે કે :
'અતિથિ દેવો ભવઃ'
અર્થાત્
અતિથિ દેવ સમાન છે.
આપણે ત્યાં આવનાર દરેક વ્યક્તિ વિશેષ ને,
આપણે હસતા મોઢે આવકાર આપવો જોઈએ,
તેઓની સાચા મનથી આવભગત કરવી જોઈએ.
આ બધી વાતો કહેવા-સાંભળવામાં બહુ સારી લાગે,
પણ સાચું કહું તો,
આપણને સૌને,
ક્યારેક ને ક્યારેક,
તો એવા એવા અનુભવ થયા હશે,
કે એમ થાય કે ફલાણા અતિથિ ન આવે તો સારું....
યા તો પછી,
ઘરે પધારેલા ફલાણા ફલાણા પકાઉ અતિથિ,
હવે જાય તો સારું....
આવા સમયે,
એક યજમાન તરીકે,
આપણી જે મનોસ્થિતિ હોય,
એની અહીં વાત છે....
એણે Art of Living નો course, બરાબર રીતે કર્યો હોય, એવું લાગતું જ નથી,
જોને, ક્યારનો હું એને leave, leave ની hint ફેંકું છું, પણ એને સમજાતું જ નથી
ચા-કોફી પત્યા, નાસ્તો પત્યો, હવે તો લાગે છે મને, કે એ જમીને જ જશે,
ને આમ એ કહે છે, કે એ dieting કરે છે, પણ જોઈને, માનવામાં આવતું જ નથી
મારી વાતો પતી, એની વાતો પતી, પછી આખી દુનિયાની પંચાત પણ પતી,
મને કેટલું bore થાય છે, મારા મોઢાને જોઈને કેમ એને, દેખાતું જ નથી?
શું કરું, હવે મારી પાંપણો પણ મને, પડું, પડું ની ધમકીઓ આપે છે,
સાલું, કેટલું fevicol ચિટ્કાડ્યું છે નીચે, કે એનાથી ઉઠાતું જ નથી?
~ દેવાંગ પરીખ
Friday, April 3, 2020
બેઠા'તા
ફિલ્મ 'आप की कसम' નું એક ખૂબ જ યાદગાર ગીત છે :
ज़िंदगी के सफर में गुज़र जाते हैं जो मकाम,
वो फिर नहीं आते, वो फिर नहीं आते....
સમય સરિતા જેવો છે,
નિરંતર વહેતો જાય છે.
આપણે જીવનમાં જે કંઈ પણ ગુમાવીએ,
સંભવતઃ,
એ બધું પાછું પણ મેળવી શકીએ.
બધું જ, સિવાય સમય....
એક વાર સમય જાય,
તો ક્યારેય પાછો નથી આવતો.
રહી જાય બસ સારા ને નરસા સ્મરણો,
મીઠી કે કડવી યાદો.
જેમ આપણે મહાબાલેશ્વર ફરવા જઈએ,
અને ત્યાં વિવિધ પર્યટન સ્થળોએ ફોટો પાડીએ,
એ ફોટો પછી આલ્બમમાં વર્ષો સુધી સંઘરી રાખીએ.
જેટલી વાર આપણે આલ્બમ ખોલીએ,
એટલી વાર એ ખુશખુશાલ પળોનું,
એક સ્મૃતિચિત્ર જીવંત થઈ જાય.
થોડીક ક્ષણો માટે.
અને આ આંખો ભીની થઈ જાય....
હું અને એ, બસ બેઠા'તા
યાદોની રૂમમાં, બસ પેઠા'તા
પછી એણે, એના મનની વાતો કરી
ને મેં પણ, મારા મનની વાતો કરી
વાતોના મોજામાં ક્યાંય દૂર વહી ગયા....
અરે! અમે તો રૂમમાં બેઠા'તા
આંખમાં એની, આવ્યું એક આંસુ
ને મારી પણ આંખ, પછી નમ થઈ
એવા રૂડા વરસાદમાં અમે નીતરી ગયા....
અરે! અમે તો રૂમમાં બેઠા'તા
હું અને એ, બસ બેઠા'તા
યાદોની રૂમમાં, બસ પેઠા'તા
યાદોની રૂમમાં, બસ પેઠા'તા
હું અને એ, બસ બેઠા'તા
~ દેવાંગ પરીખ 'રસિક
Tuesday, March 31, 2020
કોઈ connection છે?
એની પાસે ક્યાં કોઈ simple solution છે?
એની વાતો સત્યનું બસ fabrication છે
રહી ના કશી દરકાર રંગની કે મરમ્મતની,
ઉપસ્થિતિ તારી મારા ઘરનું decoration છે
આ હિંદી ફિલ્મો જોઈ મને એટલું સમજાય છે,
આપણા જ જીવનનું એ તો presentation છે
એકેય અક્ષર બોલો નહીં ને છતાં એ ભાળી જાય,
તારી ભીતર શું એવું કોઈ application છે?
એની નવી પ્રેયસી વિશે મેં પૂછ્યું તો એ બોલ્યો,
"છોડ ને તું પણ યાર, એ તો disposable છે"
Technology ના યુગમાં ઈશ્વરને મારે પૂછવું છે,
એવું કોઈ heart નથી જે rechargeable છે?
માણસને માણસ મળે, ને ફક્ત મળે બે માણસ,
ને ફોન પણ કહે નહીં કે not-reachable છે
ને અંતે, મારી આવી વાતો સાંભળીને એ બોલ્યા:
તારી એકેય વાતમાં ક્યાં કોઈ connection છે?
તારી બધી જ વાતો તો mental asylum છે!
~ દેવાંગ પરીખ 'રસિક'
Saturday, March 28, 2020
પરથી
ક્ષત્રિય ઓળખાય એની તલવાર પરથી,
અને તલવાર ઓળખાય, એની ધાર પરથી
શબ્દો તો સંવાદના ઉપવસ્ત્ર સમા છે,
માણસ તો ઓળખાય, એના વ્યવહાર પરથી
આ સૌની પોતાની સહિષ્ણુતાનો વિષય છે,
શું પીડા માપી શકાય, કોઈના ચિત્કાર પરથી?
જોતી હતી વાટ બીજાની, ને હું પહોંચી ગયો,
મને કેમ એવું લાગ્યું, એના આવકાર પરથી?
સુખ દુખ બંને હોત જો 'લેગો બ્લૉકસ' જેવા,
ઓળખાઈ જાત તુરંત, તેઓ આકાર પરથી
જાણો છો કોઈ એવો જ્યોતિષ જે મને કહે,
આખા દિવસની કહાણી, મારી સવાર પરથી?
~ દેવાંગ પરીખ 'રસિક'
Tuesday, March 24, 2020
દુનિયાદારી
Friday, March 20, 2020
લાગે છે
તું હોય તો જ આ રાત, રાત લાગે છે,
નહીં તો એકલતાનો આઘાત લાગે છે
સંબંધો જાણે માચીસના ખાલી ખોખા,
અને વાતો બસ ખાલી પંચાત લાગે છે
વર્ષોના ભેજથી કટાયેલા છે અંદરથી,
દેખીતી રીતે જે તને ઈસ્પાત લાગે છે
બરબાદી પણ મને તો લાગે છે જાયઝ,
મને એ કુદરતનો પ્રત્યાઘાત લાગે છે
તફતીશ કરો, કે કેટલા આપઘાત છે,
સહજ રીતે જે અકસ્માત લાગે છે
~ દેવાંગ પરીખ 'રસિક'
Tuesday, March 17, 2020
એક મમ્મીએ એવું કહ્યું....
માર્ચ મહિનો એટલે,
એક્ઝામ ની સીઝન.
જ્યાં જુઓ ત્યાં,
નાના ટાબરિયાથી માંડીને,
કોલેજના ટીનેજર્સ,
બધાજ સ્ટ્રેસમાં.
બારમાની પરીક્ષા પતે,
ત્યાં તો દસમાની શરૂ થાય,
ને એ પતે,
ત્યાં તો સ્કૂલ અને કોલેજના,
બાકી વિદ્યાર્થીઓની,
કસોટીનો સમય આવી જાય.
વર્ષોથી આ જ પ્રથા,
આપણે જોતા આવ્યા છીએ.
બધું એ જ છે,
સિવાય કે આજના વિદ્યાર્થીઓ,
અને ખાસ કરીને તો,
તેમની મમ્મીઓ.
આજના બેફામ કોમ્પિટિશનના દોરમાં,
એક મમ્મી એના દીકરાને,
જે સલાહ આપે છે,
એને એક વ્યંગાત્મક રંગ આપવાની,
મેં કોશિશ કરી છે....
ઉઠ, જાગ, ને ભણ હવે,
તારે ફર્સ્ટ આવવાનું છે,
પેલો મેરિટમાં આવે છે,
તારે પણ આવવાનું છે.
સ્કૂલ-ટ્યૂશનની ચકકીમાં,
રોજ પીસાવાનું છે,
તું હોય ભલે પણ ક્યાં તને,
બાળક સમજવાનું છે.
ક્યાં સમજવું છે બધું,
તારે તો બસ રટવાનું છે,
જેવી એક્ઝામ પતે કે,
રદ્દીમાં ફગાવી દેવાનું છે.
હું પાર્ટીમાં જાઉં છું પણ,
તારે ઘરે ભણવાનું છે,
ખાવાનું ફ્રીઝમાં રાખ્યું છે,
ગરમ કરીને ખાવાનું છે.
આ વરસે ફાઈનલમાં,
તારે રિઝલ્ટ લાવવાનું છે,
રિઝલ્ટ આવે તો જ હવે,
યુરોપ ફરવા જવાનું છે.
સારા વ્યક્તિ થઈને તારે,
શું ઉકાળવાનું છે?
તારે તો મોટા થઈને બેટા,
ATM બનવાનું છે.
~ દેવાંગ પરીખ 'રસિક'
( નોંધ : આ વાંચીને,
કોઈ વિદ્યાર્થીની મમ્મીને,
જાણતા-અજાણતા દુખ પહોંચ્યું હોય....
....
....
.... તો હું સમજીશ કે,
મારો પ્રયાસ સફળ રહ્યો )
Saturday, March 14, 2020
પડશે
હવે તો એમ કહી મનને રમાડવું પડશે,
કંઈ ના ગમતું હોય તોય ગમાડવું પડશે
આપણી અંદર બધું મરી પરવાર્યું હોય છતાં,
શ્વાસ પૂરી પૂરી ને એને જીવાડવું પડશે
વેરાન હોય બધું કે પછી સાવ બંજર હોય,
આંખોનું પાણી સીંચીને કંઈ ઉગાડવું પડશે
આજીવન ભરી-ભરી ને ભેગું કર્યું છે જે પણ,
એ અસબાબનું પોટલું હવે ઉપાડવું પડશે
છે રમત એની, તો એના જ નિયમ હોય,
રમવું હોય તો બસ એટલું સ્વીકારવું પડશે
~ દેવાંગ પરીખ 'રસિક'
Tuesday, March 10, 2020
શા માટે?
જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં,
આપણે સુખી છીએ કે દુખી છીએ,
એ વાતનો દારોમદાર,
મહદ્ અંશે એના પર હોય છે,
કે આપણે એને કયા પરિપ્રેક્ષ્યથી,
જોઈ રહ્યા છીએ.
સંજોગો ગમે તે હોય,
એને જો મુક્ત મનથી સ્વીકારી શકીએ,
તો સુખી, નહીં તો દુખી.
Our problem isn't the problem.
Our reaction is the problem.
કાચું-પાકું, અડધું-પડધું, જીવન જીવવું શા માટે?
તૂટલાં-ફૂટલાં સપના જોઈને, રડવું-બડવું શા માટે?
રમતા રમતા વાગી ઠોકર, પડી ગયા, લો ઊભા થયા,
ધૂળ ખંખેરી આગળ વધીએ, પાટા-પીંડી શા માટે?
સુખ કે દુખ જે હાથે લાગે, હસતા મોઢે પહેરી લઈએ,
લાગણીઓના કબાટમાં ખોટી, ફેંદા-ફેંદી શા માટે?
આંખ મીંચીને પોકારું તો, એ સ્વયં મને દર્શન આપે,
રોજ સવારે મંગળામાં ઘૂસીને, ધક્કા-મૂક્કી શા માટે?
સમય થશે કે આવશે લેવા, બીસ્ત્રો બાંધીને બેઠા છીએ,
એ બેલ મારે ને ચાલતા થઈએ, ડરવું-બરવું શા માટે?
~ દેવાંગ પરીખ 'રસિક'
Friday, March 6, 2020
કોમળ
એને હું અક્સર જોઉં છું.
હું જ્યારે એ હોટેલમાં જાઉં,
એ મને હંમેશા મળે.
તમે પણ અચૂક મળ્યા હશો એને.
એનું નામ ખબર નથી મને,
બધા એને છોટુ કહીને જ બોલાવે છે.
હું બોલાવું, ત્યારે એ આવે,
અને બધી એઠી પ્લેટ,
ને એઠા વાટકા, ચમચા
એકઠા કરી લે,
પછી એના ચૌદ વરસના કોમળ હાથે,
પટો મારી,
ટેબલ પરથી એઠવાડ ઉપાડી લે.
એ સ્કૂલે નથી જતો,
એ ત્યાં જ કામ કરે છે,
એના પરિવારનું પેટ ભરવા માટે....
છે પકડ્યો એણે હાથમાં પટો, પાટી ને બદલે,
આ શું છે એના જીવનમાં, ખુશાલી ને બદલે,
તમે જીવન આખુંય મથ્યા આઝાદી ને ખાતર,
આ શું મેળવ્યું બાપુ અમે, આઝાદી ને બદલે?
~ દેવાંગ પરીખ 'રસિક'
આ દેશમાં, ૭૨ વર્ષની આઝાદી પછી પણ,
લાખો ૧૪ વરસના બાળકોને,
આપણે પ્રાથમિક શિક્ષણથી વધારે,
કંઈ આપી શકતા નથી,
તો શું
ખરા અર્થમાં આપણે આઝાદ છીએ,
એમ કહી શકીએ?
Tuesday, March 3, 2020
મૃત્યુ
આપણા જીવન ભલે જુદા જુદા હોય,
અંત તો એક જ છે.
ઘણી વખત એ અંતની ચિંતામાં જ,
આપણે આપણું જીવન,
વેડફી નાખતા હોઈએ છીએ.
મૃત્યુ વિશે કંઈ કેટલું લખાયું છે, બોલાયું છે.
દરેક ભાષાના,
દરેક લેખકે ને કવિએ,
મૃત્યુ વિશે કંઈ લખ્યું છે.
મારા ગયા બાદ,
મારા પરિવારનું શું થશે?
આ દુનિયાનું શું થશે?
લોકો મને કઈ રીતે યાદ રાખશે? ....
.... આવા બધા વિચારોનો કોઈ અર્થ નથી.
કોઈ એવું નથી જેના વગર,
દુનિયા ચાલી નથી, કે ચાલશે નહીં.
ઓજસ પાલનપુરી નો એક શેર ખૂબ સરસ છે :
મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ,
આંગળી જળમાંથી કાઢી ને જગા પુરાઈ ગઈ
જીવન આખુંય,
આપણે કેટલી પરીક્ષાઓમાંથી,
પસાર થતા હોઈએ છીએ,
કેટલાય ઉતાર-ચઢાવનો અનુભવ કરીએ છીએ,
પણ હૈયે હામ રાખી,
આપણે એનો સામનો કરીએ છીએ.
તો પછી આપણને મૃત્યુની ચિંતા,
શા માટે હોવી જોઈએ?
અને આટલા લાંબા જીવનમાં,
ચિંતા માત્ર એક ક્ષણની?
________________________________
એનાથી મારે ડરવાનું નથી,
કેમ કે એને મળવાનું નથી.
હું છું ત્યાં સુધી મૃત્યુ નથી,
મૃત્યુ આવશે પછી હું નથી.
આ સમજવું મુશ્કેલ નથી,
તોય સમજતો કેમ નથી?
મૃત્યુ સિવાય વાત નથી,
તને કોઈ કામકાજ નથી?
જીવન છે તો જીવતો નથી,
મૃત્યુનો પીછો છોડતો નથી.
~ દેવાંગ પરીખ 'રસિક'
Saturday, February 29, 2020
રાખી છે
મારાથી પણ આ વાત પરદાનશીં રાખી છે,
રોજ કામ નથી તોય રોજનીશી રાખી છે
મારા ગામની મહેકને એમાં બંધ કરી ને,
મેં મારા ખિસ્સામાં એક શીશી રાખી છે
તું રીસાઈ એમ, કે મેં રાખ્યું તારાથી છાનું?
તો સાંભળ, વાતો દાટીને મેં શી શી રાખી છે
શું થયું, મને બોલ, કેમ જગથી ખફા છે?
સોચ આટલી બધી તે આતિશી રાખી છે
હું તારા પર નિર્ભર નહીં થાઉં એય દુનિયા,
મારી પોતાની દુનિયા મેં તરાશી રાખી છે
ક્યાંય નથી સમાતા, છે જગથી અનોખા,
કવિઓએ પોતાની અલગ રાશિ રાખી છે
~ દેવાંગ પરીખ 'રસિક'
Tuesday, February 25, 2020
થપ્પો
શેરીઓમાંથી સાંકળી, લંગડી ને થપ્પો,
થઈ ગયા વિલુપ્ત જેમ અખાનો છપ્પો
શું ભણ્યા, કેટલું ભણ્યા કંઈ યાદ નથી,
પણ યાદ છે હજુ મારી પાટીનો કક્કો
સૌ પ્રથમ જાગરૂક નાગરિક તો બનો,
પછી ભલે ને તમે માંગો તમારા હક્કો
ખુલતા ની સાથે જ બધા તૂટી પડ્યા,
મારું દિલ જાણે હોય નાસ્તાનો ડબ્બો
લોકલનો સેકંડ ક્લાસનો મારો પાસ છે,
જિંદગી રોજ મને મારે રાખે છે ધક્કો
~ દેવાંગ પરીખ 'રસિક'
Friday, February 21, 2020
સફર
દરેકના જીવનમાં બે ઘટના અચૂક બને છે :
જન્મ અને મૃત્યુ.
જીવનની આ બે હકીકતને બાદ કરતા,
જેટલા જીવ, એટલા જીવન.
ને આમ જોવા જાવ,
તો જન્મ અને મૃત્યુ પણ,
કોને એક સરખા મળ્યા છે?
જીવનને એક સફર તરીકે ગણી શકાય ~
જન્મથી મૃત્યુ સુધીનું સફર,
આદિથી અંત સુધીનું સફર.
આત્માથી પરમાત્મા સુધીનું સફર.
અને સફર હોય,
તો હમસફર પણ હોય,
મા - બાપ, ભાઈ - બહેન,
સગા સંબંધીઓ અને દોસ્તો.
પણ દરેક હમસફરનો સાથ હોય,
બસ સફર પૂરતો.
સફરની વાત કરો એટલે,
રાજેશ વ્યાસ 'મિસ્કીન' નો શેર યાદ આવે :
'આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી,
અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી'
________________________________
મત્લાથી મક્તા વચ્ચે સફર કરું છું,
કાફિયા ને રદીફ સાથે સફર કરું છું
અંતે તો લાગે સાવ અધુરા અધુરા,
જે જે સફર હું તારા વગર કરું છું
કાગળ, કલમ, ને સ્યાહીનો ખડિયો,
આટલા જ સામાનમાં બસર કરું છું
તું યાદ આવે ત્યારે સેહરાની રેત પર,
બે અક્ષરો જોડીને એકાક્ષર કરું છું
બે શ્વાસને મિસરાની માફક બીડીને,
બન્યો શેર તો તુજને નઝર કરું છું
~ દેવાંગ પરીખ 'રસિક'
Tuesday, February 18, 2020
ઈશ્વરને પત્ર
એક નાપાસ થયેલા બાળકને,
હાથ પકડી, વીસમા માળેથી કુદાવવું,
એક તરછોડાયેલી પ્રેમિકાને,
રેલ્વેના પાટા વચ્ચે સુવડાવવું,
પરિવારના બોજ તળે દબાયેલા માણસને,
ધરતી ને આભ વચ્ચે ઝૂલાવવું,
સાસરીયાના ત્રાસથી ત્રસ્ત નવવધુને,
કેરોસીન છાંટી સળગાવવું,
એક ગરીબ, હતાશ દીકરીના બાપને,
ઝેર પીવા માટે ઉક્સાવવું ,
એક ધરતીકંપથી, એક સામટું,
સેંકડોનું નિકંદન કાઢી નાખવું,
ના હોઈ શકે મકસદ, ફક્ત બધાને મારવું.
શું આ રીતે તારે બધાને
ડરાવવું, રડાવવું, ઝુકાવવું, નમાવવું?
તું છે, ને તું જ બધું છે,
એવું આવી ભયંકર રીતે પ્રતીત કરાવવું?
શું તારી ભીતર પણ છે બધું,
આટલું વિકરાળ ને બિહામણું?
શું આસાન નથી,
સાવ નાનકડું અમથું,
એક on/off નું
બટન આપવું?
~ દેવાંગ પરીખ 'રસિક'
Friday, February 14, 2020
એવુંય બને
એક ટૂંકી બહેરની ગઝલ....
કોઈ કારણ ન જડે, એવુંય બને,
કોઈ અમસ્તા ગમે, એવુંય બને.
ધાર્યું ન મળે છતાં કોઈક વાર,
વધુ ધાર્યાથી મળે, એવુંય બને.
પથમાંથી પત્થર હટાવ્યા પછી,
કંઈક અંદરથી નડે, એવુંય બને.
ભેજામાં ભૂસું ભરી રાખો તો,
એક દિવસ સડે, એવુંય બને.
થઈને એકટસ મથ્યા કરો તો,
સમય પણ ફરે, એવુંય બને.
ચાહું તરવા તો ડૂબી જાઉં હું,
ને લાશ મારી તરે, એવુંય બને.
કરું યાદ એને તો મંદિર છોડીને,
મારા દિલમાં વસે, એવુંય બને.
~ દેવાંગ પરીખ 'રસિક'
Tuesday, February 11, 2020
વેલેન્ટાઈન્સ ડે
વેલેન્ટાઈન્સ ડે તો એ મનાવે....
....જેને વરસને વચલે દહાડે,
પોતાની પ્રેયસી પર પ્રેમ આવતો હોય....
વેલેન્ટાઈન્સ ડે તો એ મનાવે....
....જેને બસ આજના દિવસે,
Cupid તીર મારવા આવતો હોય....
વેલેન્ટાઈન્સ ડે તો એ મનાવે....
....જેને પોતાના પ્રેમની પળો,
ને એની તારીખ કે તિથિ યાદ ન હોય....
વેલેન્ટાઈન્સ ડે તો એ મનાવે....
....જેને પ્રેમ કરવા માટે પણ,
બીજાનો બર્થડે ઉજવવો પડતો હોય....
વેલેન્ટાઈન્સ ડે તો એ મનાવે....
....જેને મન પ્રેમ અંગત નથી,
બસ જાહેરમાં કરવાની નુમાઈશ હોય....
વેલેન્ટાઈન્સ ડે તો એ મનાવે....
....જે માણસ મટી,
ઘેટા બની ગયા હોય....
....જેમ એક ઘેટા પાછળ,
બીજું ચાલે,
પણ ક્યાં જઈ રહ્યું છે,
એની એને ખબર જ ન હોય....
~ દેવાંગ પરીખ 'રસિક'
Friday, February 7, 2020
આવડી ગયું છે
શ્વાસ લેતા લેતા, એને શ્વસતા આવડી ગયું છે,
જીવતા જીવતા, એને જીવતા આવડી ગયું છે
પાણીના હોવા - ના હોવાથી એને ફરક નહીં પડે,
એને સ્મરણોના રણમાં તરતા આવડી ગયું છે
તું જોજે, તને એ હંમેશા હસતો જ દેખાશે,
એને પોતાના આંસુ સંતાડતા આવડી ગયું છે
એ જતાવશે નહીં ક્યારેય કે તું ખોટું બોલે છે,
એને આંખ આડા કાન કરતા આવડી ગયું છે
આઈનો પણ કેવી રીતે ડરાવશે એવા માણસને,
જેને પોતાનાથી પડખું ફરતા આવડી ગયું છે
~ દેવાંગ પરીખ 'રસિક'
Tuesday, February 4, 2020
મુદ્દો બનાવો
એક વાત હું અહીં સ્પષ્ટપણે,
કહી દેવા માંગુ છું :
હું કોઈ પણ રાજનીતિક પાર્ટીની,
મુખાલફત નથી કરતો.
અહીં જે લખાયું છે,
એ એક્દમ નિરપેક્ષ ભાવે,
લખવામાં આવ્યું છે.
આજના સંજોગોને અનુલક્ષીને,
આ માત્ર મારો દ્રષ્ટિકોણ છે.
જો આ વાંચીને,
કોઈની ભાવનાને,
જાણે-અજાણે ઠેસ પહોંચે....
.... તો થાય એ કરી લે!
ધર્મ નહીં તો જાત લઈ મુદ્દો બનાવો,
ચૂપચાપ ન બેસો, કંઈ મુદ્દો બનાવો
આમ નવરા પડે લોકો તો કેમ ચાલે,
સૌને કામે લગાડો, કંઈ મુદ્દો બનાવો
સાવ કોરા પાના તે કંઈ શોભતા હશે,
છાપા ભરવા માટે, કંઈ મુદ્દો બનાવો
રામ મંદિરનો તો ક્યારનો સુલ્ટી ગયો,
ભગવાન નવા લઈ, કંઈ મુદ્દો બનાવો
દેશમાં આટલી શાંતિ કંઈ હોતી હશે,
નાગરિકતા પૂછીને, કંઈ મુદ્દો બનાવો
શિક્ષણ ને રોજગારનું પછી જોઈશું,
સાવ નકામો પણ, કંઈ મુદ્દો બનાવો
ખેડૂતો આત્મહત્યા કરે તો ભલે કરે,
આપણા ફાયદાનો, કંઈ મુદ્દો બનાવો
મોદી, ચોક્સી, માલ્યા બેંકોનું કરીને,
ભાગી ગયા પછી, કંઈ મુદ્દો બનાવો
આંદોલનમાં લોકો એવા મશગુલ કે,
છે મુદ્દો જ ભૂલ્યા, કંઈ મુદ્દો બનાવો
~ દેવાંગ પરીખ 'રસિક'
Friday, January 31, 2020
મુંબઈ
નિરંજન નરહરિભાઈ ભગત ~
એટલે,
ગુજરાતી કવિતા જગતનું એક પ્રચંડ નામ.
એમણે રચેલા નગરજીવનનાં કાવ્યો,
એમનું સૌથી અમૂલ્ય પ્રદાન છે.
અંગ્રેજીમાં M. A. કરી,
છત્રીસ વરસ અંગ્રેજીના અધ્યાપક રહ્યા.
બહુ ઓછા લોકો જાણતા હશે,
કે એમણે ૧૦૦ થી વધારે,
અંગ્રેજી કવિતાઓ પણ લખી છે.
આજે, ૧ ફેબ્રુઆરી ૨૦૨૦,
એટલે એમની બીજી પુણ્યતિથિ.
એમની એક યાદગાર કવિતા,
મેં સ્કૂલના અભ્યાસક્રમમાં ભણી હતી.
મુંબઈનું આટલું સચોટ વર્ણન,
એ પણ એમની આગવી શૈલીમાં,
એટલે તમારાથી,
એક 'વાહ' તો નીકળી જ જાય :
_______________
ચલ મન મુંબઈ નગરી,
જોવા પૂચ્છ વિનાની મગરી!
જ્યાં માનવ સૌ ચિત્રો જેવા,
વગર પીછાને મિત્રો જેવા;
નહીં પેટી નહીં બીસ્ત્રો લેવા,
આ તીરથની જાત્રા છે ના અઘરી!
સીમેંટ, કોંક્રીટ, કાચ, શિલા,
તાર, બોલ્ટ, રિવેટ, સ્ક્રૂ, ખીલા;
ઈન્દ્રજાલની ભૂલાવે લીલા,
એવી આ સૌ સ્વર્ગતણી સામગ્રી!
રસ્તે રસ્તે ઉગે ઘાસ,
ને પરવાળા બાંધે વાસ;
તે પહેલા જોવાની આશ,
હોય તને તો કાળ રહ્યો છે કગરી!
ચલ મન મુંબઈ નગરી,
જોવા પૂચ્છ વિનાની મગરી!
____________________
એમને યાદ કરીને,
મુંબઈ વિશે એક નાનકડી કવિતા :
શું તમે મુંબઈના વરસાદમાં ભીંજાયા છો?
શું તમે લોકલ ટ્રેનની ભીડમાં ભીંસાયા છો?
શું તમે વડાપાવના સ્વાદમાં ખોવાયા છો?
શું અહીં સમયની ચકકીમાં પિસાયા છો?
છે તમે ચારે ચીજ જાણી, તો કહો જાણી છે,
અને તો જ ખરેખર મુંબઈને તમે માણી છે,
છે જાણી-માણી તમે, તો થયા ચારે ધામ,
અને જીવન પણ તમારું એક ઉજાણી છે
~ દેવાંગ પરીખ 'રસિક'
Tuesday, January 28, 2020
અલંકાર
સૌ પ્રથમ તો પાર્સલ ડિલીવર થાય,
પછી એનું એક નામ પડે,
અટક તો વારસામાં જ મળી હોય,
નામ અને અટક વચ્ચે બાપનું નામ લાગે,
થયા ત્રણ શબ્દો.
પછી વીસેક વરસ કોઈ ઝાઝો ફેરફાર ના થાય.
પછી ગ્રેજયુએટ થાય, એટલે ડિગ્રી લાગે,
પોસ્ટ ગ્રેજયુએટ થાય એટલે બીજી ડિગ્રી લાગે,
જોબ મળે એટલે 'મેનેજર' ને એવું બધું લાગે,
નામની આગળ પછી 'મિસ્ટર' લાગે,
હવે કંઈ વટ પડે.
આગળ તો તમારા કેરિયર પર નિર્ભર હોય.
રાજનીતિમાં ઝંપલાવો,
તો 'પ્રધાનશ્રી', ને 'નેતાજી', ને 'માનનીય',
ને 'મંત્રી મહોદય' પણ લાગે.
હજુ ભારી થવું હોય તો ધર્મમાં ઘૂસો,
પછી તો 'શ્રી શ્રી', 'પરમ પૂજ્ય', 'મહારાજ સાહેબ'
જેવી પદવીઓથી બિરદાવવામાં આવે.
પછી કોઈ તમને
'હીસ હોલીનેસ પરમ પરમ પૂજ્ય શ્રી શ્રી xyz
સ્વામી સદગુરુ મહારાજ સાહેબજી'
એવું કહીને સંબોધે,
તો કેવું ભવ્ય લાગે!
પણ એટલું યાદ રાખો,
ઈશ્વરને પામવા હલકું થવું પડે, ભારી નહીં.
એને પામવા સોયના નાકામાંથી પસાર થવું પડે.
તો કેવી રીતે પસાર થશો,
આટલા ભારી ભરખમ નામ, દમામ, તામજામ,
અને હાથી, ઘોડા ને પાલખી સાથે?
ક્યારેય સાંભળ્યા છે,
કબીર કે મીરા ના નામની આગળ કે પાછળ
કોઈ આવા અલંકાર?
અને માટે જ,
કોઈ વ્યક્તિ,
ભલે પછી એ કોઈ પણ હોય,
પોતાના નામ સાથે આટઆટલા અલંકાર,
પહેરી, ઓઢીને ફરતું હોય,
ને તમને લાગતું હોય કે એનો હાથ ઝાલીને,
તમે 'એના' સુધી પહોંચી શકશો,
તો તમે ભ્રમિત છો.
જે સદાય તમારી ભીતર વસે છે,
એને તમે બહાર ખોળતા હોવ,
તો તમે ભ્રમિત છો.
અંતમાં, ચાર પંક્તિઓ....
તમારી આગળ બધા જી જી કરવા માંડ્યા,
હાથ જોડીને બધા આજીજી કરવા માંડ્યા,
તમારા નામની આગળ 'શ્રી' ને પાછળ 'જી',
વાહ, તમે તો પોતાને 'શ્રીજી' સમજવા માંડ્યા
~ દેવાંગ પરીખ 'રસિક'
Thursday, January 23, 2020
છાપવા માટે
ક્યાં પુરાવા જોઈએ અસત્ય છાપવા માટે,
પુરાવા તો જોઈએ સત્યને સ્થાપવા માટે
એક વાર તો આવો તમે મારી રિયાસતમાં,
સમય જ સમય છે મારી પાસે આપવા માટે
બે પળના દુખને આટલું મહત્વ ન આપો,
આ જિંદગી લાગશે લાંબી તમને કાપવા માટે
મારા દિલમાં રહેવા માટે જગા છે કે નહીં,
તમે મેઝર ટેપ લઈને ઊભા છો માપવા માટે?
એને શું પૂછો છો તમે એના દિલનો હાલ,
'રસિક' હોય હંમેશા તૈયાર બસ ધાપવા માટે
~ દેવાંગ પરીખ 'રસિક'
Tuesday, January 21, 2020
કહેશે નહીં
એને કશુંક કનડે રાખે છે, પણ એ કહેશે નહીં,
એ બધું સહેન કરી જશે, પણ એ કહેશે નહીં
જેમ કૃષ્ણ એ સુદામાને કરી હતી એવી રીતે,
તું એને મદદ કરી જો, પણ એ લેશે નહીં
એની મરજી તો ઈશ્વર પણ માને છે, માટે જ,
એના હૈયે બદ-દુઆ હશે, પણ એ દેશે નહીં
એ જાણે છે, જીવન જીવાય એટલું જીવી લેવું,
પાણીના પરપોટાની જેમ, એ વધુ રહેશે નહીં
મેં કીધું હતું તને કે એનું કોઈ જ મોલ નથી,
એ ફાટેલી નોટ જેવો છે, એને કોઈ લેશે નહીં
~ દેવાંગ પરીખ 'રસિક
Friday, January 17, 2020
બસ એમનેમ
ઘણું બધું એવું હોય છે આપણા જીવનમાં,
જેને આપણે દુખ તો ના કહી શકીએ,
પણ એક વિચિત્ર પ્રકારની,
ઉદાસીની ચાદર ઢંકાઈ જાય આપણી ઉપર.
એવી ક્ષણે કોઈ પ્રિયજન,
આપણા ખભે હાથ મૂકીને પૂછે :
"શું થયું, કેમ આમ બેઠા છો?"
ત્યારે હકીકતમાં,
આપણને જ ના ખબર હોય,
આપણી ઉદાસીનું કારણ,
ને આપણે કહી દેતા હોઈએ :
"કંઈ નહીં, બસ એમનેમ"....
નથી જાણતો હું જ મારી ઉદાસીનું કારણ,
તો શી રીતે શોધી શકશો તમે એનું તારણ?
મેં એને પૂછયું, મને ઠુકરાવવાનું કારણ,
જવાબમાં એ બોલી, બસ એમનેમ
મારા દિલને પૂછ્યું, કેમ રૂદાય છે, બોલ્યું :
કંઈ સમજાતું નથી, બસ એમનેમ
ભર વસંતમાં, એક ફૂલ ડાળીએથી ખર્યું,
કોઈ કારણ નહોતું, બસ એમનેમ
મારું બાળપણ, મળવા આવ્યું સપનામાં,
પૂછવા હાલચાલ, બસ એમનેમ
નર્સે કીધું દીકરી જન્મી, તો બાપનો ચેહરો,
કેમ મુર્જાઈ ગયો, બસ એમનેમ?
આખું ઘર સૂઈ ગયા પછી, કેમ એ ચૂપચાપ,
તકિયામાં આંસુ સારે, બસ એમનેમ?
ભીની આંખો પર તરસ ખાઈ, એક વાદળી,
વિના વરસે પાછી ફરી, બસ એમનેમ
~ દેવાંગ પરીખ 'રસિક'
Tuesday, January 14, 2020
પતંગ
સૌ પ્રથમ,
આપ સૌને મકર સંક્રાંતિ ની હાર્દિક શુભેચ્છા.
'હેપ્પી ઉત્તરાણ'
આજના આ પાવન અવસરે,
એક રચના....
ચગવું, કાપવું ને અંતે કપાવું,
છે આ જ એના જીવનનો ઢંગ
શ્વાસોની ડોરથી બંધાઈને જો,
ઊંચે આકાશે ઉડે છે પતંગ
ચાલ જુઓ તો સૌની અલગ,
ને લાલ, લીલો, પીળો છે રંગ
દિવસે છે આભમાં રંગીન તારા,
તમે દેખો તો રહી જાઓ દંગ
બાળકો નાના કુતૂહલથી જુએ,
લાગે કોઈ નવી જાતનું વિહંગ
નજર ફેરવો ત્યાં પતંગો પતંગો,
જેમ કોઈ ચાદર પાથરી સળંગ
એવી મસ્તીમાં એ ઉડે આકાશે,
માનો તીર લઈને ઉડતો અનંગ
આકાશે વસતા કોઈ વિશ્વમિત્રની
જાણે કરવી હોય તપસ્યા ભંગ
વાદળોમાં કરે બસ દોડા દોડી,
ને પાછો લહેરી પવન છે સંગ
એક્દમ શિસ્તમાં ઉડે કોઈ,
ને કોઈ ઉડે સાવ જ બેઢંગ
ઉડે કોઈ સીધાદોર તો વળી,
કોઈ આકાશે ચીતરે છે તરંગ
કોઈ ઉડે જોડીમાં મશગુલ થઈ,
તો કોઈ ઉડે બનીને મલંગ
જોતજોતામાં તો સેંકડો ચગે,
ને પછી મંડાય આપસમાં જંગ
'કાઈપો છે' થી ગુંજે આકાશ,
ને હૈયા હૈયામાં ઉમટે ઉમંગ
આવો ઉડીએ મોકળા આકાશે,
લઈને બધી આશાઓ અભંગ
ધર્મ, નાત, જાતની બેડી તોડીને,
હવે ચાલો બની જઈએ પતંગ
~ દેવાંગ પરીખ 'રસિક'
Friday, January 10, 2020
નક્કી કર
સોહનલાલ દ્વિવેદી,
એટલે હિંદી ભાષાના એક સુપ્રસિદ્ધ કવિ.
એમની એક અમર રચનાથી,
આપણે સૌ વાકેફ છીએ.
આપણામાંથી ઘણાએ,
આ સ્કૂલના સિલેબસમાં પણ ભણી છે :
"लहरों से डर कर नौका पार नहीं होती,
कोशिश करनेवालों की हार नहीं होती"
કેટલી સીધી ને સરળ વાત.
આ તો માત્ર બે પંક્તિ છે,
પણ જો તમે આખી કવિતા વાંચો,
તો તમને એમ થાય,
કે જીવનનું એક સત્ય,
કવિ એટલી સરળતાથી રજૂ કરે છે,
કે એક સાતમા કે આઠમા ધોરણના બાળકને,
હસતા, રમતા, પળવારમાં સમજાઈ જાય.
અને પછી એ કેટલાયના જીવનનો,
ગુરુમંત્ર બની જાય....
ઉગવું છે કે ખીલવું છે.... નક્કી કર,
જીવન કેમ જીવવું છે.... નક્કી કર
માટીમાં રહેવું, કે પીપળાની માફક,
ભીંત ફાડીને પ્રસરવું છે.... નક્કી કર
જો સફરમાં ન મળે, કોઈ રાહબર,
એકલા જ નીકળવું છે.... નક્કી કર
અર્જુન બની કૃષ્ણની રાહ જોવી,
કે ખુદ સારથી બનવું છે.... નક્કી કર
ધૂળમાં મેળવાશે વારંવાર પણ,
ઉઠીને જજુમવું છે.... નક્કી કર
~ દેવાંગ પરીખ 'રસિક'
Tuesday, January 7, 2020
આસપાસ
આપણે મંદિરમાં હાથ જોડીને,
એની મૂર્તિ સમક્ષ ઊભા હોઈએ,
ત્યારે એ પાસે હોય ખરો....?
હું જાણું છું કે આ બાબતે,
સૌના અલગ મંતવ્ય હોય,
માટે, મારે બહસ નથી કરવી.
આ દરેકની શ્રદ્ધાનો વિષય છે.
મારા પોતાના અનુભવની વાત કરું તો,
હું એને મંદિરમાં ક્યારેય નથી મળ્યો.
એનો અર્થ એવો નથી,
કે હું એને ક્યારેય મળ્યો જ નથી,
કે મને એની ક્યારેય અનુભૂતિ થઈ નથી.
મારે તો એટલું કહેવું છે,
કે ફક્ત મંદિરમાં જ એ તમને મળે,
એવું જરૂરી નથી.
મારું માનવું છે,
કે હર ક્ષણ, હર ઘડી,
એ આપણી આસપાસ હોય છે,
જો આપણને એનો આભાસ થાય તો....
બહાર કરવા મથો ત્યારે,
જો ભીતર પરિવર્તન થાય
.... તો એ આસપાસ છે
એકાંતમાં બેઠા હો ત્યારે,
ચિંતા ને બદલે ચિંતન થાય
.... તો એ આસપાસ છે
ટ્રાફિક જામની વચ્ચોવચ,
ક્યાંય દૂર કોયલ ટહુકાય
.... તો એ આસપાસ છે
મનમાં ક્રોધ ઊભરાય ત્યારે,
જો એની વાંસળી સંભળાય
.... તો એ આસપાસ છે
બીજાની પીડા જોઈને,
જો તમારી આંખ્યું છલકાય
.... તો એ આસપાસ છે
~ દેવાંગ પરીખ 'રસિક'
Saturday, January 4, 2020
કરો છો
તમે મારી સામે આ કેવો ડોળ કરો છો?
વાત સીધી ને તોય ગોળગોળ કરો છો
હુંય કંઈ ભણ્યો છું, શું એટલું ના સમજું?
કે ઈતિહાસ ને નામે ભૂગોળ કરો છો
શાંત વાતાવરણ માફક આવતું નથી તમને?
તે સ્મરણોનો આપણા વંટોળ કરો છો
બેસાડ્યો મને પહેલા, ને પૂરી દીધો પછી,
હવે ઊંચે-નીચે-ઊંચે ચકડોળ કરો છો
નથી લઈ જવાનું, છે અંતે મૂકી જવાનું,
તો શાને કાજ આટલો ભંડોળ કરો છો?
મેં ક્યારે તમારી આલોચના પણ કરી છે?
કે શ્રુષ્ટિ મારી આખી ડામાડોળ કરો છો
રિસાઈ ગયા મુજથી પૂછાઈ ગયું જ્યારે,
શી તરકીબથી ખુદને સુડોળ કરો છો?
વાતો તમારી તો જાણે મીઠા રસગુલ્લા,
શબ્દોને ચાસણીમાં તરબોળ કરો છો
~ દેવાંગ પરીખ 'રસિક'
Friday, January 3, 2020
આવું બધું આપણે ના કરાય
સતયુગ v/s કળિયુગ
હિંદુ ધર્મ પર તમે નજર ફેરવો,
તો તમને કેટલાય દેવી દેવતાઓ દેખાય,
જાણે દેવી દેવતાઓનો આખો એક મૉલ હોય.
અને પાછા એકથી એક, પરાક્રમી ને શક્તિશાળી.
એમની દિવ્ય શક્તિ વડે,
એમણે કેટલાય ચમત્કાર કર્યા હોય.
એ બધું તો ખરું, પણ આજના યુગમાં,
આમાંથી આપણે કોઈનું અનુકરણ કરવા જઈએ,
ને જે પરિસ્થિતિ સર્જાય,
એની અહીં વાત છે....
એમ વિષ પીવાથી કંઈ શિવ થોડી થઈ જવાય,
એવું કરવાથી તો માત્ર icu માં એડમિટ થવાય
અર્જુનને જ્ઞાન આપવું તો ફક્ત કૃષ્ણને જ શોભે,
તમે કોઈને આપો તો એને દોઢ ડહાપણ કહેવાય
મહિષાસુરનો વધ તો મા દુર્ગા જ કરી શકે,
તમે કરો પછી આજીવન કારાવાસમાં જ રહેવાય
આમ શેષનાગ પર તો માત્ર વિષ્ણુ જ સૂઈ શકે,
આપણે તો kurlon ની મેટ્રેસ પર જ સુવાય
વગર પેટ્રોલે ઉંદર પર તો ગણેશ જ ફરી શકે,
મારુતિવાળા આવું કંઈ કાઢે તો જ આપણે ફરાય
આખી સૃષ્ટિનું સર્જન તો બ્રહ્મા એ કર્યું, પણ
આજે 2bhk પણ સર્જવા જાવ તો હાંફી જવાય
આમ સેતુ બાંધીને તો રામ જ વિદેશ જઈ શકે,
કહો, તમારા ને મારાથી આમ અમેરિકા જવાય?
~ દેવાંગ પરીખ 'રસિક'
Thursday, January 2, 2020
English ખીચડી
ગયા અઠવાડિયે મેં એક ફિલ્મ જોઈ :
'અર્જુન રેડ્ડી'
પછી એના પરથી શાહિદ કપુરને લઈને,
હિંદીમાં એક રીમેક બની હતી, 'કબીર સિંઘ'
રિલીઝ પહેલા,
જ્યારે મેં ફિલ્મનું ટ્રેલર જોયું હતું,
તો એક અજીબ પ્રકારનો અણગમો,
લાગ્યો હતો મને ફિલ્મ પ્રત્યે.
હમણા એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ ,
તો મને જિજ્ઞાસા થઈ,
મને થયું લાવ જોવા તો દે....
ના, ના,
મારે આખી વાર્તાની અહીં ચર્ચા કરી,
તમને બોર નથી કરવા.
મારે વાત કરવી છે, માત્ર એક સીન વિશે :
આ સીનમાં,
અર્જુનનો મોટો ભાઈ,
એની દાદીને આજીજી કરે છે,
કે અર્જુન પોતાને બરબાદ કરી રહ્યો છે,
તો એ જઈને એને રોકે.
કદાચ એના કહેવાથી એ સુધરી જાય,
સીધા રસ્તે આવી જાય....
અને દાદી જે જવાબ આપે છે,
એ એક વાક્યમાં આખા જીવનનો સાર છે.
એ અર્જુન પાસે જવાની ના પાડે છે,
અને કહે છે :
"Suffering is very personal,
let him suffer"
અને ત્યાંથી આ કવિતાનું સર્જન થયું....
Suffering is very personal,
let him suffer,
શરૂઆતમાં મુશ્કેલ લાગશે,
પણ છેવટે કપાઈ જશે સફર
He is in pain,
from his face I can read,
તકલીફ પડશે એને,
પણ સીધી રાખવી પડશે રીઢ
In this time of adversity,
if he breaks, he is a fool,
પાનખરમાં પણ ખિલાવવું પડશે,
એણે મનમાં એકાદ ફૂલ
Life will drag on and on,
like a sticky chewing gum,
પણ પછી જીવનના બધા સત્યની,
એને જાતે જ પડશે ગમ
~ દેવાંગ પરીખ 'રસિક'
* કવિતાનું શિર્ષક આવું વિચિત્ર કેમ એ વિશે
તમને ખ્યાલ આવી ગયો હશે 😊
Wednesday, January 1, 2020
ઘર
ઘરની વાત કરો, એટલે
1982 માં બનેલી ફિલ્મ 'સાથ સાથ' નું ગીત,
તમારા કાનમાં ગુંજી ઊઠે :
ये तेरा घर ये मेरा घर, किसीको देखना हो 'ग़र,
तो पहले आके मांग ले, मेरी नज़र तेरी नज़र
ઘર એટલે ઈંટ અને રેતીનો ઢગલો નહીં,
ઘર એટલે ચણેલી માત્ર ચાર દિવાલો નહીં,
ઘર એટલે લેટેસ્ટ ઈન્ટિરિયર નહીં,
ઘર એટલે આલીશાન પડદા ને ગાલીચા નહીં,
ઘર એટલે માર્બલ ફ્લોરીંગ ને આકર્ષક ઝુમર નહીં,
આ બધું આપણે જાણીએ છીએ....
કેટલું પણ પૉશ હોય,
જો સાવ ખાલી હોય, તો ઘર
સંગ-એ-મરમર ની મઝાર બનીને રહી જાય....
ઘર બને છે,
બે માણસે એની અંદર પ્રાણ પૂરવાથી....
આ ઈંટના મકાનમાં તમે આવો તો ઘર બને,
પછી સ્વપ્નો એમા થોડા લાવો તો ઘર બને
ખુશબૂ તમારા શ્વાસની ફેલાવો હર તરફ,
ને હાસ્ય કેરા મોતી વેરાવો તો ઘર બને
ભલે ને સોળે સજાવો શણગાર તોય શું,
અંતે તુલસીનો ક્યારો વાવો તો ઘર બને
આ ભીંતોને સ્પર્શી એમા પૂરો સપ્તરંગ,
ને પછી પગલા તમારા પાડો તો ઘર બને
ચપટી ભરીને આભની, મિલાવો ધૂળ થોડી,
ને સ્મરણો કેરા તોરણ લગાવો તો ઘર બને
આ વાસ્તુ, ચોઘડીયાના મકડીના જાળા,
હવે ઝાડુ મારી એને કાઢો તો ઘર બને
સુખદુઃખ ભેદભાવ વગર આવી જઈ શકે,
એવી બારી બંને હાથે ઉઘાડો તો ઘર બને
~ દેવાંગ પરીખ 'રસિક'