મારી ગઝલને તે નવાઝી છે વાહ વાહ થી,
છે એને સજાવી મેં મારી આહ થી
આજીવન હું વેદનાના સાગરમાં તર્યો છું,
તું મને ડરાવે છે નદીના પ્રવાહ થી?
મારી પાંપણો પર થીજી ગયેલા આંસુઓ,
નહીં મને બળવા દે અગ્નિ દાહ થી
એના સુધી પહોંચવા તું કહે એમ જઈશું,
શો ફરક પડે છે મને કઈ રાહ થી?
આમ તો છે લોકશાહી પણ કહે છે 'રસિક',
કે આ દેશ ચાલે છે કોઈ શાહ થી
~ દેવાંગ પરીખ 'રસિક'
વાહ વાહ
ReplyDeleteક્યા બાત .....
આહ થી વાહ સુઘી ની સફર...
- પિયુષ
શાહ થી સામાન્ય લોકો ચાલે , અસામાન્ય રસિક લોકો નહી
ReplyDelete